રાષ્ટ્રપતિએ ચીનની ભેટ સ્વરૂપ,રસી પરત લઈ જવાની આપી સૂચના

રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે કહ્યું કે, ભવિષ્યમાં ચીન માત્ર સિનોવૈક વેક્સિજ મોકલે. હાલ ફિલિપાઇન્સમાં એજ વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે.

સિનોફાર્મ અને સિનોવૈક વેક્સિન બંન્નેને હજી WHO દ્વારા મંજૂરી મળી નથી. માનવામાં આવી રહ્યું છે કે, WHO ચીનની આ બંન્ને રસીને ઝડપથી મંજૂરી આપશે.

BBC ન્યૂઝ પ્રમાણે, રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે કહ્યું હતું કે, કંપેશનેટ યૂઝ ક્લોઝ હેઠળ સિનોફાર્મની રસી લીધી હતી કારણ કે, ડોક્ટરે તેમને સલાહ આપી હતી

રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે કહ્યું કે, મે જે કામ કર્યું તે બીજા ન કરશો. ખૂબ જ ખતરનાક છે, કારણ કે, તેને લઈને કોઇપણ સ્ટડી કરવામાં આવેલ નથી. આ લેવાથી નુકસાન પણ થઈ શકે છે. લોકોને પણ આ રસી ન લેવાની અપીલ કરી હતી

ફિલીપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે કહ્યું કે, આ રસીને ચીન પરત મોકલી આપીએ જેથી પ્રશ્નનું નિરાકણ આવી જાય.

ઇસ્ટ એશિયામાં ફિલીપાઇન્સ કોવિડ-19થી સૌથી વધુ પ્રભાવિત રાષ્ટ્ર છે. દેશણાં 10 લાખ કોરોનાના કેસ છે અને અત્યાર સુધીમાં 18 લોકોના કોરોનાથી મોત થયાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.