રસીની કિંમતો પર ઉઠતા સવાલ અને વિવાદ બાદ,રાજ્યો માટે ખરીદ કિંમતને ઘટાડી દેવાઈ

કોરોના સંક્રમણની વિરુદ્ધ જારી રસીકરણ નીતિમાં ફેરફારની સાથે કેન્દ્ર સરકાર ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડની કિંમતો પર ફરી વાતચીત કરી શકે છે.   એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યુ કે પ્રતિ ડોઝની સંશોધિત ખરીદ કિંમત નવી પ્રણાલી હેઠળ હજું નક્કી કરવામાં આવશે.

જ્યારે કેન્દ્રએ જાન્યુઆરીમાં રસીકરણ શરુ કર્યુ તો તેમણે કોવિશીલ્ડના 1 કરોડ 10 લાખ ડોઝ 200 રુપિયામાં અને કોવેક્સીનના લગભગ 55 લાખ ડોઝ 206 રુપિયામાં ખરીદ્યા. જો કે બાદમાં તેની કિંમત ઘટાડીને 150 રુપિયા પ્રતિ ડોઝ કરી દેવામાં આવી છે.  એપ્રિલમાં નક્કી ખાનગી હોસ્પિટલોને સરકારના માધ્યમથી રસી ખરીદવી પડતી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયે 24 એપ્રિલે ટ્વીટ કરી, ‘ભારત સરકાર દ્વારા ખરીદવામાં આવી રહેલા બન્ને રસીની કિંમત 150 રુપિયા પ્રતિ ડોઝ છે.’

એપ્રિલમાં નિર્માતાઓએ રાજ્યો અને ખાનગી હોસ્પિટલો માટે કિંમત નક્કી કરવાની પરવાનગી આપી હતી. સીરમ અને ભારત બાયોટેકે શરુઆતમાં રાજ્યો માટે રસીની કિંમત ક્રમશઃ 400થી 600 રુપિયા અને ખાનગી હોસ્પિટલો માટે ક્રમશઃ 600થી 1200 રુપિયા રાખી હતી.  કિંમતો પર ઉઠતા સવાલ અને વિવાદ બાદ રાજ્યો માટે ખરીદ કિંમતને ઘટાડી દેવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રધાનમંત્રીએ કહ્યુ હતું કે  દેશમાં બની રહેલી રસીમાંથી 25 ટકા ખાનગી ક્ષેત્ર સીધી મેળવી શકે છે.  આ વ્યવસ્થા જારી રહેશે. ખાનગી હોસ્પિટલની નિર્ધારિત કિંમત ઉપરાંત એક ડોઝ પર મહત્તમ 150 રુપિયા જ સેવા ફી લઈ શકાશે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.