દુનિયામાં સૌથી વધારે કાચાં તેલનું ઉત્પાદન કરનાર દેશ રશિયા અને સાઉદી અરબ ઓસ્ટ્રિયાની રાજધાની વિયાનામાં મોટી બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં ક્રૂડ એટલે કે કાચાં તેલનાં ઉત્પાદન ઉપર નિર્ણય થશે. જો શુક્રવારે આ બંને દેશ કાચાં તેલના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લે છે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની સપ્લાય ઘટી જશે અને કિંમતોમાં મોટો ઉછાળો આવશે. તેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ તેજીથી વધી શકે છે. જેના કારણે સામાન્ય ભારતીયોનું ખીસ્સું ખાલી થઈ જશે.
શુક્રવારે ઓપેક તેલ ઉત્પાદક દેશ આ વાત પર વિચાર કરશે કે છેલ્લા 3 વર્ષથી તે જે કાપ મૂકી રહ્યા છે તેને ચાલુ રાખવો કે હજુ વધારે કાપ મૂકવો કે પછી કિંમતો વધવાની આશા સાથે આ કાપને વધારવામાં આવે. આ વાતચીત તણાવ વચ્ચે થઈ રહી છે જેમાં સદસ્ય દેશ પ્રતિસ્પર્ધી દિશાઓમાં આગળ વધી રહ્યા છે.
સાઉદીની સરકારી તેલ કંપની અરામકોના શેરબજારમાં ઉતરતાં જ સાઉદી અરબ ખુબ જ અસમંજસની સ્થિતિમાં પડી ગયું છે. તે અંગે મુંઝવણમાં છે કે તેલ ઉત્પાદનની કેટલી માત્રાથી કિંમતો સારા સ્તર પર પહોંચી શકશે. અને હવે તો તેના પર અરામકોનાં શેરધારકોનું દબાણ પણ વધારે હશે. જો કે ઓપેકનાં અમુક દેશો એવાં પણ છે કે જે આ ડીલને નજરઅંદાજ કરી રહ્યા છે અને માત્રા કરતાં વધારે પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.