રશિયામાં એક વ્યક્તિને બર્ડ ફ્લૂ થવાની, વાતને લઈને સર્જાઈ છે ચિંતા

આ પહેલી વાર છે જ્યારે બર્ડ ફ્લૂનો પહેલો સ્ટ્રેન માણસોમાં સામે આવ્યો છે. આ કેસ બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પણ એલર્ટ કરાયું છે. રશિયાના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું છે કે બર્ડ ફ્લૂ H5N8નું સંક્રમણ માણસ સુધી પહોંચ્યું હોવાની સૂચના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કરી દેવામાં આવી છે.

રશિયાના સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ અન્ના પોપોવાએ કહ્યું કે વૈજ્ઞાનિકોએ વેક્ટર લેબમાં એક પોલ્ટ્રી ફાર્મના 7 કર્મચારીઓને સ્ટ્રેનનો જેનેટિક મટિરિયલ આઈસોલેટ કર્યું છે. અહીં ડિસેમ્બરમાં બર્ડ ફ્લૂફેલાયો હતો.

પોપોવાએ આ શોધને મહ્ત્વની ગણાવતા કહ્યું કે આ સમય જ બતાવશે કે શું વાયરસ મ્યુટેટ કરી શકે છે. પોપોવાએ કહ્યું આવા સમયમાં આ મ્યૂટેશનની શોધ ખાસ છે જ્યારે વાયરસમાં પણ માનવથી માનવ સંક્રમણની ક્ષમતા આવી નથી. તેનાથી આખી દુનિયાને સંભવિત મ્યુટેશનની વિરુદ્ધમાં તૈયારીનો સમય મળ્યો છે.

WHO ની  વેબસાઈટના આધારે   A (H5) વાયરસથી માનવ સંક્રમણ દુર્લભ હોય છે અને સાથે એ લોકોમાં તેને જોવા મળે છે જે બીમાર અને મૃત થયેલા સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં રહે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.