રસીકરણ માટે મુખ્ય રીતે અસમર્થતા આંઘ્ર પ્રદેશ,રસીનું ઉત્પાદન વધારવા પર કામ કરી રહ્યા છીએ- કેન્દ્ર

દેશમાં આજથી 18થી  44 વર્ષના લોકોનું રસીકરણ શરુ કરવામાં આવી રહ્યુ છે. સત્તાવાર રીતે 28 એપ્રિલથી કોવિન એપ પર આનું રજિસ્ટ્રેશનની શરુઆત થઈ ચૂક્યું છે. પરંતુ દેશને રસીકરણમાં હાલ મોટી સમસ્યા આવી રહી છે.

18થી ઉપરની ઉંમરના લોકોના રસીકરણ માટે મુખ્ય રીતે અસમર્થતા આંઘ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ વ્યક્ત કરી છે. ગત ગુરુવારે તેમણે કહ્યું કે 18થી ઉપરની ઉંમરના લોકોનું રસીકરણ સપ્ટેમ્બર મહિનાથી શરુ કરી શકાશે. તેમણે કહ્યું કે રસીની અછતના કારણે પહેલીથી 45 વર્ષથી મોટાનું રસીકરણ થશે.  એ બાદ 18થી ઉપરની ઉંમરના લોકો માટે 120 કરોડ રસીના ડોઝની જરુર છે.

કેરળે તો નવી ગાઈડાલાઈનમાં કહ્યું છે કે તે પહેલા બીજા ડોઝવાળાના રસીકરણ પર ધ્યાન આપશે. રાજ્યોએ કેન્દ્રથી 50 લાખ રસીના ડોઝની માંગ કરી છે. આ દરમિયાન કેન્દ્ર સતત રાજ્યોની પાસે રસીનો જથ્થો હોવાની વાત કરી રહ્યું છે.

સરકાર ઉત્પાદક કંપનીઓની સાથે સતત સંપર્કમાં છે. 1 મેથી શરુ થનારુ રસીકરણ શરુઆતમાં ધીમુ હોઈ શકે છે  પણ જલ્દી સ્પીડ પકડશે. જે લોકો ઉત્પાદકો પાસેથી રસી મેળવી શકે છે કે કાલથી રસીકરણ શરુ કરી શકે છે.

કોવિન એપ ચીફ આરએસ શર્માએ કહ્યુ કે હવે 18થી 44 વર્ષના ગ્રુપ પાસે પ્રાઈવેટ સેન્ટર પર રસી પરંદ કરવાનો વિકલ્પ હાજર છે. શર્માએ એ સ્પષ્ટ કર્યુ છે કે સરકારી સેન્ટપ પર જ્યારે રસીની ઉપલબ્ધતાના હિસાબે રસીકરણ થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.