સામાન્ય સંજોગોમાં જો રસ્તા પર 500ની નોટ બીનવારસી હાલતમાં પડી હોય તો તેને લઈ લેવા માટે પડાપડી થાય પણ કોરોનાના વ્યાપ વચ્ચે લોકો હવે રસ્તા પર પડેલી ચલણી નોટો જોઈને ભડકી રહ્યા છે.
દેશની રાજધાની દિલ્હીમાં કેશવપુરમ વિસ્તારમાં આવી બીજી ઘટના બની હતી.રસ્તા પર પડેલી 500ની ત્રણ નોટ જોઈને આસપાસ રહેનારા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. દરેક વ્યક્તિ ડરેલો હતો અને તમામને લાગતુ હતુ કે કોરોના ફેલાવવા માટે આ નોટો કોઈ નાંખી ગયુ છે.
ગુરુવારે બપોરે પોલીસને કોઈએ આ બાબતે જાણ કરી હતી.પોલીસે સ્થળ પર જોઈને જોયુ તો નોટો ભીની પણ હતી.આ જોઈને પોલીસે આખો એરિયા કવર કરી દીધો હતો. પોલીસે પુરતી તકેદારી રાખીને નોટોને પહેલા સેનિટાઈઝ કરી હતી અને પછી પ્લાસ્ટિકની બેગમાં નાંખી હતી.
એ પછી એક શિક્ષિકા પોલીસ મથકે પહોંચી હતી અને તેણે કહ્યુ હતુ કે, હું એટીએમમાંથી પૈસા ઉપાડી લાવી હતી અને તેમાં જ આ નોટો હતો. જોકે મેં ઘરે નોટોને સેનિટાઈઝ કરીને તેને બાલ્કનીમાં સુકવવા મુકી હતી. તેમાંથી ત્રણ નોટો ઉડીને રસ્તા પર પડી હતી.પોલીસે મહિલાનુ નિવેદન સાંભળીને તેની એટીએમ સ્લીપ ચેક કરી હતી અને બાદમાં તેને નોટો સુપરત કરી હતી.
આ પહેલા પણ દિલ્હીમાં આ જ રીતે 2000ની નોટો રસ્તા પર પડી જતા હડકંપ મચી ગયો હતો અને પોલીસને દોડધામ કરવી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.