રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ગુજરાતના અમદાવાદ ખાતે મહત્વની સમન્વય બેઠક મંગળવારથી શરૂ થવા જય રહી છે, આ બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતથી લઈને આરએસએસના તમામ 36 આનુષંગિક સંગઠનોના પ્રતિનિધિઓની સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટી સંગઠનના મહાસચિવ બીએલ સંતોષ પણ ભાગ લેશે.
નડ્ડા એરપોરથી સીધા જ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સાતને રાજ્યના મુખ્ય મંત્રી અને ડેપ્યુટી સીએમ અને પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી હતી. AAPની એન્ટ્રી અને AIMIMના બીટીપી સાથે ગઠબંધન બાદ ચૂંટણી લડવાના નિર્ણય બાદ રસપ્રદ બની ગયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ ચર્ચા થઇ શકે છે.
તો ગુજરાત ભાજપ સંગઠનના લોકો સાથે પણ જેપી નડ્ડા ચર્ચા થઇ જેમાં બંગાળ ચૂંટણી માટે ગુજરાત માંથી જનાર નેતાઓના નામને લઈને પણ ચર્ચા થઇ હોવાની વાત સામે આવી છે.
બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવી આરએસએસ અને ભાજપ માટે રાજનૈતિક રીતે ઘણી મહત્વની છે. વૈચારિક રીતે પણ એટલી જ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.