Ratan Tata Upstocks Latest News : અપસ્ટોક્સના સહ-સ્થાપક કવિતા સુબ્રમણ્યમે રતન ટાટા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, આ અમારા માટે ગર્વની વાત છે કે, દેશના આદરણીય વ્યક્તિ રતન ટાટા અમારી સફરનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યા.
Ratan Tata Upstocks : દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રતન ટાટાએ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ કંપની અપસ્ટોક્સમાં તેમના કુલ હિસ્સાના 5 ટકાનું વેચાણ કર્યું છે. રતન ટાટાએ બાયબેક ડીલમાં આ શેર કંપનીને વેચ્યો છે. તેણે તેના પ્રારંભિક રોકાણ કરતાં 10 ગણા કરતાં વધુ વળતર મેળવ્યું છે.
રતન ટાટાએ 2016માં અપસ્ટોક્સનો લગભગ 1.33 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ વેચાણ પછી પણ રતન ટાટા કંપનીમાં તેમના કુલ હિસ્સાના 95 ટકા હિસ્સો ધરાવે છે. રતન ટાટાએ 2016માં અપસ્ટોક્સમાં રોકાણ કર્યું હતું. તેમણે બાયબેક દરમિયાન પોતાનો હિસ્સો કંપનીને $3.5 બિલિયનના મૂલ્યમાં વેચી દીધો છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, રતન ટાટાને તેમના રોકાણ પર 23400 ટકાનો નફો થયો છે.
આવો જાણીએ શું કહ્યું કંપનીના કો-ફાઉન્ડરે ?
અપસ્ટોક્સના સહ-સ્થાપક કવિતા સુબ્રમણ્યમે રતન ટાટા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, આ અમારા માટે ગર્વની વાત છે કે, દેશના આદરણીય વ્યક્તિ રતન ટાટા અમારી સફરનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે. પ્રારંભિક તબક્કામાં તેમની શ્રદ્ધાએ અમારું મનોબળ ઊંચું રાખ્યું હતું. તેમની સલાહ સરળ અને મહત્વપૂર્ણ હતી.
હવે જાણો કેવી છે કંપનીની નાણાકીય સ્થિતિ ?
નાણાકીય વર્ષ 2023 દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો રૂ. 25 કરોડ હતો. જ્યારે આ સમયગાળા દરમિયાન કંપનીની આવક રૂ. 1000 કરોડને પાર કરી ગઈ હતી. ઓગસ્ટ સુધીના રિપોર્ટ અનુસાર કંપનીના 2.7 મિલિયન એક્ટિવ યુઝર્સ છે.
ક્યારે થઈ હતી કંપનીની શરૂઆત ?
અપસ્ટોક્સની સ્થાપના 2009માં થઈ હતી. આ કંપનીના સહ-સ્થાપક રવિ કુમારની આરકેએસવી સિક્યોરિટીઝ, રઘુ કુમાર, શ્રીની વિશ્વનાથ અને કવિતા-સુબ્રમણ્યમ હતા. ઓગસ્ટ 2024 સુધીના અહેવાલ અનુસાર આ ક્ષેત્રની ટોચની કંપની Groww હતી. તે પછી ઝીરોધા અને એન્જલ વનનું નામ આવે છે. અપસ્ટોક્સ અને ICICI ડાયરેક્ટ અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.