મહારાષ્ટ્રના રાજકારણમાં આમ તો વિધાનસભા ચૂંટણી બાદથી જ દરરોજ નવુ ટ્વીસ્ટ જોવા મળી રહ્યુ હતુ પરંતુ 23 નવેમ્બરની સવારે એવા સમાચાર આવ્યા જેણે સૌને હેરાન કરી દીધા.
NCPના અજીત પવારની મદદથી ભાજપના દેવેન્દ્ર ફડણવીસ એકવાર ફરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ચૂક્યા હતા. સમગ્ર રાજકારણની તસવીર એક રાતમાં પલટાઈ ગઈ પરંતુ ઈતિહાસ કહે છે કે ભાજપ માટે આ કોઈ નવી વાત નથી. છેલ્લા 5 વર્ષોના તમામ મોટા નિર્ણયો અને રાજકીય ઉલટફેર કરીને જોઈએ તો સ્પષ્ટ થઈ જાય છે કે અડધી રાતે બાજી પલટવામાં ભાજપ માહિર છે.
સમય થોભતો નથી એ વાત સાચી પણ ક્યારેક એની ગતિમાં ફરક આવી જતો હોય છે. ક્યારેક એની ગતિ મંદ પડી જાય છે. અને ક્યારેક એની ગતિ એટલી ઝડપી હોય છે કે એને પકડવો મુશ્કેલ છે. એ બહુ ઓછા લોકોના હાથમાં આવી જતો હોય છે ! અત્યારે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના હાથમાં સમય છે. અને હાથમાં આવેલા એ સમયને વેડફી નાંખવાને બદલે વાપરી નાંખવા માટે પણ એ બંને ઉતાવળા થયા છે અને એમાંથી અચાનક ચોંકાવનારો મુદ્દો સામે આવી જતો હોય છે.
2014 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય શરૂ થાય છે. એ સમય અત્યંત ગતિશીલ સમય પુરવાર થયો છે. મોદીએ એવા અનેક ઉતાવળા, અણધાર્યા ચોકાવનારા નિર્ણયો લેવા માંડયા છે. એની શરૂઆત નોટબંધીથી થાય છે ! નોટબંધીનો નિર્ણય અને અમલ લાભ કરતા હતો કે નુકશાનજનક હતો એ બાબત વિવાદાસ્પદ રહી અને આજે પણ એ વિવાદનો ઝીણો ઝીણો ગણગણાટ ચાલુ જ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.