રાત્રી કરફ્યૂ 9ના બદલે રાત્રે 10 થી સવારે 06 વાગ્યા સુધી, ઉતરાયણને લઈને પોલીસનું જાહેરનામું

– રાજ્યના ચારેય મહાનગરોમાં 1લી જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી રાત્રિ કરફ્યૂ રહેશે અમલી

1લી જાન્યુઆરી 2021થી રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રહેશે. આ નિર્ણય ઉતરાયણ સુધી અમલી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે નિર્ણય લીધો છે. જેનો 14  જાન્યુઆરી સુધી અમલ રહેશે. 14 જાન્યુઆરી બાદ નવી વ્યવસ્થાની જાહેરાત કરાશે. હાલ ચાર મહાનગરોમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યુ છે.

આ સિવાય રાજ્યના લોકોનો સૌથી મનપસંદ તહેવાર ઉતરાયણને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે. તેમજ શહેરના માર્ગો પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર, લાઉડ સ્પિકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે. એ સિવાય વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર કાર્યવાહી થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.