ઘણા મહિલા સાહસિકોએ લોન લીધી છે તે મુશ્કેલીમાં મુકાશે : કરફ્યૂનો સમય રાતે 12 થી સવારે 6 રાખવા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ
શહેરમાં રાત્રિ કરફ્યૂની અસરને કારણે હોટેલ ઉદ્યોગને કરોડો રૂપિયાનું રોજનું નુકસાન થાય તેવી ભીતિ સર્જાઈ છે. એટલું જ નહીં પરંતુ હોટેલ સંચાલકોના કહેવા પ્રમાણે 1500 જેટલા પ્રસંગો માટે બુક થયેલ હોટલોના બુકિંગ ધીરે ધીરે રદ થઈ રહ્યા છે.
કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સુરતમાં કરફ્યૂનો અમલ થઈ ચુક્યો છે. પરંતુ તેની સીધી અસર લગ્નસરા સિઝન અને હોટેલ ઉદ્યોગ પાર પડશે. રાત્રિ કરફ્યૂના કારણે હોટેલોને કરોડો રૂપિયાનું રોજનું નુકસાન થાય એમ છે એમ હોટેલ એસોસિએશને જણાવ્યું છે. એટલું જ નહીં પરંતુ હોટેલ સંચાલકોનું માનીએ તો 1200 થી 1500 જેટલા લગ્ન માટે હોટલો અને બેન્કવેટ બુક થયા હતા અને ધીરે ધીરે આ ઓર્ડર રદ્દ થઇ રહ્યા છે..લોકડાઉન બાદ કર્મચારીઓને ખર્ચો કરી બોલાવાયા હતા અને હવે રાત્રિ લોકડાઉન થતા ઉદ્યોગકારોને મોટો ફટકો પડે એમ છે. જેથી સુરતના હોટલ, બેન્કવેટ અને રેસ્ટોરન્ટ એસોસીએશનો દ્વારા કરફ્યૂની સમય મર્યાદા રાત્રે 12 થી સવારે 9 સુધીની કરવા માટે રજૂઆત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પણ કરવામાં આવી છે.
સરકારે કહ્યું હતું કે લોકડાઉન લાગુ પડશે નહીં પરંતુ રાત્રે કરતી પણ એક પ્રકારનું લોકડાઉન જ તો છે. ઘણા વુમન એન્ટરપ્રિનિયોર્સ છે જેમણે લોન લઈને બનાવી દીધા છે હવે રાત્રિ કરફ્યૂને કારણે એની પર પાણી ફરી વળશે અને હોટલમાં માલિકોએ મોટી મુશ્કેલીમાં પડવાનો વારો આવશે. સરકારે 12 થી 6 નો કરફ્યૂ રાખવો જોઈએ.
હોટલ સંચાલક જનક પરીખે કહ્યું કે, ઘરાકીનો સમય નવ વાગ્યા પછીનો છે જે સમયે કરફ્યૂ લાદવામાં આવ્યો છે. જેને કારણે ઉદ્યોગને માઠી અસર પડશે અને સરકારે હોટેલ ઉદ્યોગ માટે વિકલ્પો શોધવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.