ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પહેલી T20 મેચમાં રવીન્દ્ર જાડેજાની ફિલ્મી સ્ટાઈલ વાઈરલ થઈ રહી છે. તેણે રિકવરી સમયે પુષ્પાના ડાયલોગ બોલ્યા પછી આજે મેચ દરમિયાન વિકેટ લીધા પછી પણ પુષ્પાનું હુક સ્ટેપ સેલિબ્રેશન કર્યું હતું. તો બીજી બાજુ મેચ પહેલા યુઝવેન્દ્ર ચહલે રવીન્દ્ર જાડેજાનો ફિમેલ ફિલ્ટર વાળો ફોટો શેર કર્યો હતો.અને જોકે આ અંગે જાડેજાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
10મી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ દિનેષ ચાંદિમલને પેવેલિયન ભેગો કર્યો હતો. બાપુએ ઓફ સ્ટમ્પ પર બોલ ફેંક્યો હતો જેમાં આક્રમક શોટ મારવા જતા દિનેશ કોટ બિહાઈન્ડ આઉટ થઈ ગયો હતો.અને ઉલ્લેખનીય છે કે રિકવરી પછીની કમબેક મેચમાં આ જાડેજાની પહેલી વિકેટ હોવાથી તેણે પુષ્પા સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું હતું.
જાડેજાએ કમબેક મેચમાં વિકેટ લીધી અને પુષ્પાનો હુક સ્ટેપ કર્યો એ જોઈને રોહિત પણ ખુશ થઈ ગયો હતો. તે તાત્કાલિક જાડેજા પાસે દોડીને આવ્યો અને ભેટી પડ્યો હતો.અને તમને જણાવી દઈએ કે આ એકતરફી મેચમાં જાડેજાએ બોલિંગની સાથે શાનદાર ફિલ્ડિંગ કરી ભારતને મેચ જીતવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.