રવિવારે ટ્વિટર પર જવાબ આપી જાણકારી,CM મમતા દ્વારા PM મોદીને લખેલા પત્રના જવાબના સંદર્ભે કરી હતી ટ્વિટ

હાલમાં વેક્સિન પર  5 ટકા GST લાગે છે અને કોરોનાની દવા તથા ઑક્સિજન કંસનટ્રેટર્સ પર 12 ટકા GST લાગુ પડી રહ્યો છે. કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગયા મહિને જ કહ્યું હતું કે કોરોનાની સારવાર માટે વપરાતી વેક્સિન, દવાઓ, ઑક્સિજન કંસનટ્રેટર્સ અને બીજી દરેક સામગ્રી પર GST હટાવી લેવો જોઈએ.

નિર્મલા સિતારમણે GST હટાવવાની માંગણી પર રવિવારે ટ્વિટર પર જવાબ આપતા લખ્યું હતું કે ” કે જો વેક્સિન પર લાગુ પડતો GST હટાવી લેવામાં આવે તો વેક્સિન ઉત્પાદકોએ કાચા માલસામાન માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો લાભ નહીં મળે તેથી તેઓ આ ટેક્સ ગ્રાહકો પાસેથી વસૂલ કરશે.

→નિર્મલા સિતારમણે જે પણ ટ્વિટ કરી તેમાંથી 16 ટ્વિટ CM મમતા દ્વારા PM મોદીને લખેલા પત્રના જવાબના સંદર્ભે કરી હતી. હાલ ભારતની સ્થિતિ “હર ઘર કોરોના” જેવી છે. જે દુનિયામાં સૌથી ગંભીર છે. દેશની આરોગ્ય સુવિધાઓ પણ દબાણમાં આવી ગઈ છે. સિતારમણે કહ્યું કે “આ બધો જ સામાન દેશમાં ઉપલબ્ધ થઈ રહે તે માટે આ બધા જ સામાન પર લાગુ પડતી ટેક્સ પર ઘણી છૂટ છાટ આપવામાં આવી છે

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.