RBIએ ATMમાંથી રોકડ ઉપાડ મામલે લીધો મોટો નિર્ણય, ખરીદી માટે મળશે PPI કાર્ડ

ભારતમાં એટીએમનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. પરંતુ ઘણી વખત જ્યારે આપણે એટીએમમાંથી રોકડ ઉપાડવા જઇએ છીએ ત્યારે એટીએમ ખાલી જોવા મળે છે. આવી સ્થિતિમાં આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પૈસા માટે ભટકવું પડે છે. પરંતુ હવે આ થશે નહીં. ખરેખર, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ આ દિશામાં નિર્ણય લીધો છે, જે તમને વધુ સારી સુવિધા આપશે. ચાલો તેના વિશે જાણીએ.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ગુરૂવારે નાણાનીતિની સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. આરબીઆઈ દ્વારા આ વખતે રેપો રેટમાં ભલે કોઈ ફેરફાર કરાયો ન હોય, પરંતુ સામાન્ય લોકો સાથે સંબંધિત અનેક મોટા નિર્ણયો લીધા છે. આરબીઆઈ દ્વારા એટીએમ મશીન અંગે નવી ગાઈડલાઈનલાવવાના અને શોપિંગ માટે એક વિશેષ કાર્ડ લોન્ચ કરવાના સંકેત અપાયા છે.

નવી ગાઈડલાઈનમાં ઈકોસિસ્ટમના એપ્લીકેશન સોફ્ટવેરમાં ફેરફાર સહિત ડિપ્લોયમેન્ટ પ્રોસેસને મજબુતી આપવા સંબંધિત અનેક મોટા સુધારા કરવામાં આવશે. તેની સાથે જ દેખરેખ માટે નવી વ્યવસ્થાની સાથે સ્ટોરેજ, પ્રોસેસિંગ અને સંવેદનશીલ ડેટાના ટ્રાન્સમિશન પર કન્ટ્રોલ અંગે પણ નિયમન કડક કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.