મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ બંધન બેન્ક લિમિટેડ પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. લાઈસન્સ મેળવવા માટેના દરેક નિયમોનું પાલન ન કરાતા બંધન બેન્ક સામે કાર્યવાહી કરવામાં આવી છે. બેન્ક નક્કી કરેલા સમય સુધી તેમનું પ્રમોટર હોલ્ડિંગ ઓછું કરી શકી નહતી. આ સિવાય આરબીઆઈએ જનતા સહકારી બેન્ક પર 1 કરોડ અને જલગાંવ પીપુલ્સ સહકારી બેન્ક પર રૂ. 25 લાખનો દંડ ફટકાર્યો છે.
બંધન બેન્કને 2014માં આરબીઆઈમાંથી સામાન્ય બેન્કિંગ લાઈસન્સ મળ્યું હતું. ત્યારપછી ઓગસ્ટ 2015માં પૂર્ણ રીતે બેન્કિંગનું કામ કાજ શરૂ થયું હતું. આરબીઆઈના લાઈસન્સના નિયમ પ્રમાણે, કોઈ પણ બેન્કને કામકાજ શરૂ કરતા પહેલાં 3 વર્ષની અંદર પ્રમોટરની ભાગીદારી 40 ટકા કરતા નીચે લાવવાની હોય છે.
આ નિયમ પ્રમાણે બંધન બેન્કે ઓગસ્ટ 2018 સુધી પ્રમોટરની ભાગીદારી 82થી 40 ટકા કરવાની હતી. પરંતુ બેન્ક તેમાં નિષ્ફળ રહી હતી. થોડા મહિના પહેલાં જ બેન્કનું ગૃહ ફાઈનાન્સમાં મર્જર થયું હતું. ત્યારપછી પ્રમોટર્સનું શેર હોલ્ડિંગ 82માંથી 61 ટકા થઈ ગઈ હતી. પરંતુ હજુ પણ તે આરબીઆઈના નિયમો કરતા વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.