છેલ્લા કેટલાક સમયથી બેંક ફ્રોડના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. એવામાં લોકો જાણકારીના અભાવે કે પછી બેદરકારીના કારણે સ્કેમર્સના સકંજામાં આવી જાય છે. પરિણામે તેમને મોટી કિંમત ચૂકવવાની રહે છે.
Reserve Bank of Indiaના આધારે થઓડી સતર્કતા રાખીને બેંક ફ્રોડથી પોતાને બચાવી શકાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને ટિપ્સ આપી છે કે કેવી રીતે સતર્કતા રાખી શકાશે અને સાથે જાગરૂકતા અભિયાન પણ ચાલુ કર્યું છે.
રિઝર્વ બેંકનું કહેવું છે કે સાઈબર ફ્રોડને અંજામ આપવાનું કામ ચપટીમાં થઈ જશે. તેને માટે તમારી પર્સનલ જાણકારી જેમ કે કાર્ડ ડિટેલ્સ, બેંક એકાઉન્ટ, પાન કાર્ડ અને આધાર કાર્ડના નંબરને કોઈની સાથે શેર કરવાનું ટાળો. અનેક વાર સ્કેમર્સ તમારા બેંક કર્મચારી બનીને વાત કરે છે અને ગોળ ગોળ વાતોમાં તમને ફસાવે છે.
KYC ના નામે પણ ફ્રોડ કેસને પાર પાડી શકાય છે. આ બહાને યૂઝર્સની બેંક ડિટેલ્સ માંગી લેવામાં આવે છે. તો ભૂલથી પણ તમે સામેની વ્યક્તિની વાત માની લેશો તો તમને નુકસાન થઈ શકે છે.
તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જાણકારી, બેંકના એકાઉન્ટ નંબર કે સીવીવીની જાણકારી આપવાની હોય તો આ સમયે તેને ભૂલથી પણ શેર ન કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.