RBI New Rules: મોબાઈલ બિલ, અન્ય યુટિલિટી બિલ અને ઓટીટી પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શન પર લાગુ ઓટો ડેબિટ સિસ્ટમ ગુરૂવારથી એટલે કે, 1 એપ્રિલ, 2021થી બંધ થઈ જશે. આરબીઆઈએ (RBI)આ માટે નવા નિયમો બનાવ્યા છે જે નવા નાણાંકીય વર્ષના પહેલા દિવસથી લાગુ થઈ જશે.
નવો નિયમ લાગુ થવાથી કરોડો સબસ્ક્રાઈબર્સ પ્રભાવિત થશે. આ નિયમો અંતર્ગત પહેલી એપ્રિલથી બેંકોએ ઓટો ડેબિટ ચુકવણીની તારીખના 5 દિવસ પહેલા ગ્રાહકને એક નોટિફિકેશન મોકલવું પડશે.
જો ચુકવણીની રકમ 5,000 રૂપિયા કરતા વધારે હશે તો બેંક ગ્રાહકોને ઓટીપી પણ મોકલશે. આ તરફ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ અસોસિએશન ઓફ ઈન્ડિયાના કહેવા મુજબ, મોટા ભાગની બેંકોએ આ માટે પોતાને તૈયાર કરી નથી.આ કારણે બેંકો સાથે જોડાયેલા કાર્ડ નેટવર્ક આ સર્ક્યુલરનું પાલન નહીં કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.