RBI ગવર્નર શક્તિકાંત દાસને કોરોના, કુલ કેસોની સંખ્યા 80 લાખ નજીક પહોંચી

ભારતમાં કોરોના આમ નાગરિકોથી લઇને હવે નેતાઓ અને ટોચના અિધકારીઓ સુધી પહોંચી ગયો છે. અગાઉ ઘણા રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ ચેપ લાગી ચુક્યો છે ત્યારે હવે દેશની ટોચની મધ્યસૃથ બેંક આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તેઓએ ખુદને આઇસોલેટમાં રાખીને કામ કરવાનું નક્કી કર્યું છે.

બીજી તરફ કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે 80 લાખની નજીક પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના વધુ 46823 કેસો સામે આવ્યા છે જ્યારે કુલ કેસોની સંખ્યા 7908227એ પહોંચી ગઇ છે. બીજી તરફ વધુ 512 સાથે મૃત્યુઆંક વધીને 118972એ પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં જ 60581 લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે જે સાથે જ કુલ સાજા થયેલાની સંખ્યા વધીને 71.30 લાખને પાર કરી ગઇ છે. વધુ સાજા થયેલાની સંખ્યા હવે નવા કેસોની સરખામણીમાં વધવા લાગી છે. જેને પગલે હવે દેશનો રિકવરી રેટ પણ વધીને 90 ટકાએ પહોંચી ગયો છે.

પ્રાપ્ત આંકડા અનુસાર હવે કુલ કેસોના માત્ર 8.5 ટકા જ એક્ટિવ કેસો છે. છેલ્લા એક સપ્તાહથી નવા મૃત્યુની સંખ્યા 1000ની નીચે રહી છે. બીજી ઓક્ટોબરથી જ એક હજારની નીકે આ આંક જતો રહ્યો હતો. તેથી સારવારનું પ્રમાણ પણ વધારી દેવામાં આવ્યું હોવાથી નવા કેસોની સરખામણીએ સાજા થયેલાની સંખ્યા વધવા લાગી છે.

જ્યારે આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પણ હું મારૂ કામ આઇસોલેશન સિૃથતિમાં રહીને પણ શરૂ રાખીશ. એટલે કે તેમને ગંભીર લક્ષણો ન હોવાથી તેઓ હાલ સ્વસૃથ છે સાથે જ તેઓને દવા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જે પણ લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.