સતત ઘટી રહેલા રૂપિયાના સ્તરમાં વધુ અસ્થિરતા નહીં આવે
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે અન્ય દેશોની તુલનામાં ભારતીય કરન્સીની સ્થિતિ મજબૂત છે. રૂપિયામાં સતત ઉતાર-ચઢાવ અને અસ્થિરતા નહીં આવે. ભારતીય રિઝર્વ બેંક માર્કેટમાં અમેરિકી ડોલરની આપૂર્તિ કરી રહ્યું છે અને આ રીતે તરલતાની પર્યાપ્ત આપૂર્તિ સુનિશ્વિત કરી રહ્યું છે. આરબીઆઇના કેટલાક પગલાંઓથી રૂપિયાના કારોબારને મદદ મળી છે. તે ઉપરાંત શક્તિકાંત દાસે કહ્યું છે કે, અસુરક્ષિત વિદેશી કરન્સીથી લેણદેણથી ગભરાયા વગર તેના પર તથ્યની દૃષ્ટિએ ધ્યાન આપવાની જરૂર છે.
દેશમાં મોંઘવારી પર RBI ગવર્નરનું શું વલણ છે
આરબીઆઇના ગવર્નરનું માનવું છે કે મોંઘવારીના લક્ષ્યીકરણ માટે 2016માં અપનાવવામાં આવેલા વર્તમાન માળખા પર સારું કામ કરવામાં આવ્યું છે અને RBIના લક્ષ્યના ગુણોત્તરમાં મોંઘવારીનું સ્તર જોવા મળ્યું છે.
રેપો રેટને લઇને આ નિવેદન આપ્યું
રેપોરેટને લઇને એક સવાલના જવાબમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આરબીઆઇ લિક્વિડિટી અને દર વધારવાનો નિર્ણય લેતા સમયે ગ્રોથ સંબંધિત લક્ષ્યને હંમેશા ધ્યાનમાં રાખે છે અને તે જ અનુસાર આરબીઆઇ પોતાની મોનેટરી પોલિસી અંગે નિર્ણય લે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.