RBIના આ નિયમ મુજબ!!! તો..બેંકો રોજ તમારા ખાતામાં 100 રૂ. જમા કરશે

આજે પણ બેંક ગ્રાહકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બેંકો દ્વારા સતત પ્રયત્નો કરવા છતાં ગ્રાહકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો જ પડે છે. ઘણી વખત આપણાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પણ નિષ્ફળ જાય છે. તેથી હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ગ્રાહકોની સારી સુવિધાઓને ધ્યાનમાં રાખીને નવો નિયમ બનાવ્યો છે. જો કોઈ કારણોસર તમારું ઓનલાઇન ટ્રાન્ઝિક્શન નિષ્ફળ જાય છે અને તમને એક દિવસમાં પૈસા પાછા મળતા નથી, તો આ નિયમ વિશે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

RBIએ એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જો ઓનલાઇન ટ્રાંઝેક્શન નિષ્ફળ જાય પછી ગ્રાહકોને એક દિવસની અંદર પૈસા પાછા નહીં મળે તો બેંકો અને ડિજિટલ વોલેટ ધરાવતી કંપનીઓએ ગ્રાહકોને દરરોજ 100 રૂપિયા વળતર રૂપે ચૂકવવા પડશે.

આ નિયમ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇંટરફેસ (UPI), ઇમીડિએટ પેમેન્ટ સિસ્ટમ (IMPS), ઇ-વોલેટ્સ, કાર્ડથી કાર્ડ ચુકવણીઓ અને નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NHH) પર લાગુ થશે.

ડિજિટલ જ નહીં, સેન્ટ્રલ બેંક નોન ડિજીટલ લેનદેન માટે સમયરેખા નક્કી કરી છે. ઓનલાઇન ચુકવણી, એટીએમ અને માઇક્રો એટીએમના નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે ખાતામાં રિફંડ માટે પાંચ દિવસ નક્કી કરવામાં આવ્યા છે.

RBIના પરિપત્રમાં જણાવાયું છે કે નાણાકીય વળતરની બાબત વહેલી તકે ગ્રાહકના ખાતા સુધી પહોંચવી જોઈએ અને તેમની ફરિયાદ નોંધાય તેની રાહ જોવી જોઈએ નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.