RBIએ ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર જેવી જ 50 હજાર રૂપિયા ઉપાડી શકવાની લિમિટ લગાવી, ત્યારે ગ્રાહકોમાં હડકંપ મચી ગયો. દેશના તમામ શહેરોમાં ATMની બહાર પૈસા કાઢનારા લોકોની લાઈનો લાગી, ઘણા શહેરોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો.
ત્યારે યસ બેન્કના સંકટ પર કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ખાતાધારકોને વિશ્વાસ આપ્યો છે કે તેમના પૈસા ડૂબશે નહીં. બેન્કના ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે. ખાતાધારકોને ચિંતા કરવાની જરૂર નથી. તેમને વધુમાં કહ્યું કે રિઝર્વ બેન્કના અધિકારીઓ સમસ્યાનું સમાધાન કાઢવા માટે લાગેલા છે.
છેલ્લા કેટલાક મહિનાથી અમે તમામ સ્થિતી પર સતત નજર રાખી રહ્યા છે. RBIએ ઘણા પગલાં ઉઠવ્યા છે. અત્યાર સુધી તેની પર કોઈ પગલા લેવામાં આવ્યા નહતા પણ હવે આ પગલાં લેવામાં આવ્યા છે. ATMમાંથી રોકડ રકમ ઉપાડવાની લિમિટ નક્કી કરવા પર નાણાપ્રધાને કહ્યું કે તમને જણાવી દઉં કે સ્વાસ્થ્ય, વિવાહ અને અન્ય મુદ્દાઓ માટે જરૂરી રકમની આવશ્યકતા પુરી કરવા માટે પગલા લેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.