રિઝર્વ બેંક ત્રીસ વર્ષના ગાળામાં પહેલીવાર સોનું વેચવાનું વિચારી રહી હોવાનું જાણવા મલ્યું હતું. એમ લાગે છે કે જાલાન સમિતિએ કરેલી ભલામણોનો અમલ કરવાની દિશામાં રિઝર્વ બેંક સક્રિય થઇ હતી.
જાલાન સમિતિએ એવી ભલામણ કરી હતી કે રિઝર્વ બેંકે સોનાના વેપારમાં ઝંપલાવવું જોઇએ. આ વર્ષના જુલાઇ-ઑગસ્ટથી રિઝર્વ બેંકે એ ભલામણના અમલનો આરંભ કર્યો હતો. જુલાઇમાં રિઝર્વ બેંકે 5.1 અબજ ડૉલર્સનું સોનું ખરીદ્યું હતું અને લગભગ 1.15 અબજ ડૉલર્સનું સોનું વેચ્યું હતું.
રિઝર્વ બેંકના સાપ્તાહિક રિપોર્ટમાં આ વાત પ્રગટ કરાઇ હતી. સોનાના વેપારમાં નક્કી કરેલી મર્યાદાથી વધુ આવક થતાં રિઝર્વ બેંક નરેન્દ્ર મોદી સરકાર સાથે એ આવક વહેંચશે એવું પણ જાણવા મળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.