ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની ત્રીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 10 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિરાટની ટીમએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં એબી ડિવિલિયર્સ (51) અને દેવદત્ત પડિક્કલ (56)ની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બેંગલોર તરફથી ચહલે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
આરસીબીએ આપેલા 164 રનનો પીછો કરવા માટે ઉતરેલી હૈદરાબાદની ટીમને પ્રથમ ઝટકો કેપ્ટન ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. તે દુર્ભાગ્યપૂર્ણ રીતે માત્ર 6 રન બનાવી રનઆઉટ થયો હતો. આમ ટીમે 18 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ મનીષ પાંડે અનેજોની બેયરસ્ટોએ બીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 89 રન હતો ત્યારે મનીષ પાંડે (34) રન બનાવી આઉટ થયો હતો. તેણે 33 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જોની બેયરસ્ટોએ શાનદાર ફોર્મ જારી રાખતા 43 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે આ દરમિયાન 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. યુવા બેટ્સમેન પ્રિયમ ગર્ગ (12)ને શિવમ દુબેએ બોલ્ડ કર્યો હતો.
અભિષેક શર્મા (7) રન બનાવી રનઆઉટ થયો હતો. ત્યારબાદ 18મી ઓવરમાં નવદીપ સૈનીએ ભુવનેશ્વર કુમાર (0) અને રાશિદ ખાન (6)ને બોલ્ડ કર્યાં હતા. બેંગલોર તરફથી ચહલે 18 રન આપીને ત્રણ, નવદીપ સૈની તથા શિવમ દુબેએ બે-બે વિકેટ ઝડપી હતી. તથા ડેલ સ્ટેનને એક સફળતા મળી હતી.
ચહલનું યોગદાન મહત્વનું
એક સમયે લાગી રહ્યું હતું કે હૈદરાબાદની ટીમ આસાનીથી મેચ જીતી જશે. ત્યારે ઈનિંગની 16મી ઓવર ફેંકવા આવેલ યુજવેન્દ્ર ચહલે બેંગ્લોરની વાપસી કરાવી હતી. તેણે પહેલા જોની બેયરસ્ટો (61)ને બોલ્ડ કર્યો અને ત્યારબાદ ક્રિઝ પર આવેલા વિજય શંકર (0)ને બોલ્ડ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.