IPL 2020ની 10મી મેચ ટાઈ થતાં સુપર ઓવર રમાઈ હતી. સુપર ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દીધી. આ પહેલાં બંન્ને ટીમોએ 20-20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા. સુપર ઓવરમા બેંગલુરુએ જીત માટે 8 રન બનાવવાના હતા અને તેણે છેલ્લા બોલમાં ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી.
આ પહેલાં ટૉસ હારીને બેંટિંગ કરવા ઉતરેલી બેંગલુરુને અરોન ફિંચ અને દેવદત્ત પડ્ડિકલે સારી શરૂઆત અપાવી. બંન્નેએ પહેલી વિકેટ માટે 9 ઓવરમાં 81 રન બનાવ્યા. કિંચે 35 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા. જ્યારે પડ્ડીકલે 40 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા.
જે બાદ કપ્તાન કોહલીએ 11 બોલમાં માત્ર 3 રન બનાવીને આઉટ થયો. જો કે શાનદાર ફોર્મમાં રહેલા એબી ડિવિલિયર્સે પોતાનું પર્ફોર્મન્સ આ મેચમાં પણ જાળવી રાખ્યું. એબીએ માત્ર 24 બોલમાં અણનમ 55 રન બનાવ્યા. પોતાની અર્ધશતકિય ઈનિંગમાં એબીએ 4 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 229.17ની રહી.
પાંચમાં ક્રમે બેટિંગ કરવા આવેલા શિવમ દૂબેએ 270.00ની સ્ટ્રાઈક રેટથી 10 બોલમાં 3 છગ્ગાની મદદથી અણનમ 27 રન બનાવ્યા અને ટીમનો સ્કોર 200 પર પહોંચાડ્યો. જ્યારે મુંબઈ માટે બોલિંગમાં ટ્રેંટ બોલ્ટે શાનદાર પ્રદર્શન કરી 4 ઓવરમાં 34 રન આપી બે વિકેટ ઝડપી. એ સિવાય રાહુલ ચહરે એક વિકેટ ઝડપી.
જે બાદ 202 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમની શરૂઆત ખુબ ખરાબ રહી. એક સમયે મુંબઈ 6.4 ઓવરમાં 39 રન પર પોતાની ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી ચુક્યું હતું. કેપ્ટન રોહિત શર્મા 08, સૂર્યકુમાર યાદવ 00 અને ક્વિંટન ડિકોક માત્ર 14 રન બનાવીને આઉટ થયો.
બીજા છેડેથી ઈશાન કિશને બાજી સંભાળી રાખી. કિશને ચોથી વિકેટ માટે હાર્દિક પંડ્યા સાથે 39 રનની ભાગીદારી નોંધવી અને તે બાદ પોલાર્ડ સાથે પાંચમી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી. કિશને 58 બોલમાં 9 છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 99 રન બનાવ્યાં. જ્યારે પોલાર્ડે 24 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 60 રન બનાવ્યા. છેલ્લા બોલમાં પોલાર્ડે ચોગ્ગો લગાવ્યો અને મેચ ટાઈ થઈ.
IPL 2020ની 10 મેચોમાંથી આ બીજી મેચ હતી જેમાં સુપર ઓવર રમવામાં આવી. આ પહેલાં દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે પણ સુપર ઓવર મેચ રમાય હતી. જેને દિલ્હીએ જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.