તાજેતરમાં એશિયાના 16 મોટા દેશો સાથેના સૌથી મોટા વેપાર કરાર રિઝનલ કોમ્પ્રિહેંસિવ ઈકોનોમિક પાર્ટનરશિપ(RCEP) સાથે જોડાવવાથી ભારતે ઇન્કાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 દેશોના RCEP ગ્રુપના શિખર સમ્મેલનમાં સોમવારે કહ્યું કે ભારત આ કરારમાં સામેલ નહીં થાય.
ભારતના આ એક નિર્ણયથી દુનિયામાં સૌથી મુક્ત વેપાર ક્ષેત્ર બનવાની ચીનની કોશિશોને મોટો ઝાટકો લાગ્યો છે. પરંતુ હવે ચીને આ RCEP મુદ્દે નમતું મૂક્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ચીને મંગળવારે કહ્યું કે RCEP કરારમાં સામેલ ન થવા મામલે ભારત તરફથી ઉઠાવવામાં આવેલ મુદ્દાઓ અને સમસ્યાઓના ઉકેલ માટે આપસી ‘સંમતિ અને સંપ’ના સિદ્ધાંતનું પાલન કરવામાં આવશે. ઉપરાંત ચીને કહ્યું કે તે ઇચ્છે છે કે ભારત આ કરાર સાથે જલ્દી જોડાય અને તેનું સ્વાગત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કરાર સાથે જોડાતા પહેલા ભારતે ઘરેલું ઉદ્યોગોના હિતથી જોડાયેલ મૂળ ચિંતાઓના ઉકેલ ન હોવાના કારણે RCEP કરારથી બહાર રહેવાનો નિર્ણય કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.