મુળ સુરતની અને ટિકટોક વીડિયોથી સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયેલી કિર્તી પટેલ ફરીથી વિવાદમાં આવી છે. અને હવે કિર્તી પટેલે ઈન્સ્ટાગ્રામ બાબતે ઝઘડાની અદાવત રાખીને મારામારી કરી છે.
સુરતની અને ટિકટોક વીડિયોથી સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયેલી કિર્તી પટેલ ફરીથી વિવાદમાં આવી છે. હવે કિર્તી પટેલે ઈન્સ્ટાગ્રામ બાબતે ઝઘડાની અદાવત રાખીને મારામારી કરી છે. અને એક યુવતીને લોખંડની પાઈપથી માર મારીને ધમકી આપવા મામલે કિર્તી પટેલ સહિત ત્રણ લોકો સામે અમદાવાદના સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
કિર્તી પટેલ જે સોશિયલ મીડિયામાં પોતાના વીડિયો મુકતી હોય છે અને ઘણી વખત વિવાદોમાં પણ આવતી હોય છે. હવે ફરીથી કિર્તી પટેલે કરેલી મારા મારીના કારણે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.અને આ બનાવની વિગતો જોઈએ તો અમદાવાદના SG હાઇવે પર એક યુવતીને પાઈપ વડે માર મારવાના આક્ષેપ કિર્તી પટેલ પર લાગ્યા છે.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા કોમલબેન પંચાલ બ્યુટી પાર્લર ધરાવી પરિવાર સાથે રહે છે. તેઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે અને છ માસ પહેલા તેઓ મિત્રો સાથે તેઓ ઈન્સ્ટાગ્રામ લાઈવ થયાં હતા. અને આ લાઈવમાં અંદરોઅંદર વાતો થઈ રહી હતી ત્યારે સુરતની કીર્તિ પટેલે અચાનક આ યુવતી સાથે લાઈવમાં આવીને ગાળો આપી હતી. આ ઘટના અંગે રાણીપની યુવતીએ તે સમયે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.
આ ઘટના બાદ હવે ગત 21 ફેબ્રુઆરીના રોજ આ યુવતી તેના ઘરે હાજર હતી તે દરમિયાન ઇન્સ્ટાગ્રામમાં લાઈવ હતી. તે દરમિયાન તેના વીડિયોમાં કોઈએ કોમેન્ટ કરી હતી કે તમારી ગાડીના કાચ તૂટયા છે. જેથી આ યુવતી તેના ફ્લેટમાં નીચે તેની ગાડી જોવા જતી હતી અને તે દરમિયાન ત્યાં એક બહેને તેને જણાવ્યું કે, તમે નીચે ના જાઓ તમારી ગાડીના કોઈએ કાચ તોડ્યા છે અને ત્યાં કેટલાક માણસો ઊભા છે જે તમને નુકશાન કરશે. આ યુવતીએ નીચે જઈને જોતાં તેની ગાડીના બધા કાચ તૂટેલી હાલતમાં હતા અને ત્યાં કોઇ હાજર નહોતું. બાદમાં આ યુવતી તેના ઘરે ગઈ હતી અને થોડીવારમાં તેની મિત્ર ગાડીની ચાવી લઈને તપાસ કરવા આવી હતી. ત્યારે આ યુવતીને ચા પીવી હોવાથી એસ.જી.હાઈવે કર્ણાવતી ક્લબની બાજુમાં ખેતલાઆપા ટી સ્ટોલ માટે ગઈ હતી.
આ દરમિયાન સવારે 4 વાગ્યાની આસપાસ ગાડી પાર્ક કરીને બેઠી હતી. ત્યારે અચાનક તેની ગાડીનો પાછળનો કાચ તૂટવાનો અવાજ આવતા તે ગાડીમાંથી ઉતરીને જોવા ગઈ હતી. ત્યારે અચાનક જ માથાના પાછળના ભાગે કોઈએ તેને કોઈ વસ્તુનો ફટકો માર્યો હતો અને યુવતીએ પાછળ વળીને જોતા સુરતની કીર્તિ પટેલ તેના હાથમાં લોખંડની પાઇપ લઈને ઉભી હતી અને બિભત્સ ગાળો બોલવા લાગી હતી. બાદમાં પગ ઉપર અને બરડાના ભાગે આ કીર્તિ પટેલે આ યુવતીને ફટકા માર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.