છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે રાઠસેના દ્વારા પ્રતિક ધરણા ની શરૂઆત કરવામાં આવી છે. રાઠસેના સમાજના જાતિના દાખલા મુદ્દે આંદોલન પર ઉતર્યા છે. વહેલી સવારથી જ રાઠ સેના આંદોલનને લઈને કડક વલણ અપનાવી રહી છે. જાતિમાં દાખલા મુદ્દે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
આ મુદ્દે હવે સમાચાર મળી રહ્યા છે કે ,પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવા તેના સમર્થનમાં આવ્યા છે, અને તેમણે એક ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે, પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવા રાડ સેના દ્વારા કરાયેલા આંદોલનનાં સમર્થનમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ,સરકાર જાતિમાં નિરાકરણ ન લાવે તો યુવાનો ઝારખંડ વળી કરવા પણ તૈયાર હોવાની ચીમકી ઉચ્ચારી છે.
https://www.youtube.com/watch?v=xwyZX8B4c2E&t=2s
કોંગ્રેસના ધારાસભ્ય નું આ વિવાદાસ્પદ નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે સરકારને બાનમાં લઇને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રાઠ સેના દ્વારા કરાયેલી માંગણીનો સ્વીકાર એ સરકાર યુવાનોને નકસલાઈડ પ્રવૃત્તિઓમાં ન મોકલે. હાલ રાઠ સેના સમાજના યુવાનો ઝારખંડ વાળી કરવા પણ તૈયાર છે. જો તેઓ એકવાર નકસલાઈડ પ્રવૃત્તિમાં જોડાય છે તો ભારે પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.