સુરતમાં શિવસેનાના ધારાસભ્યોના રોકાણ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં અંદાજિત 32થી વધુ ધારાસભ્યો સુરત એરપોર્ટથી રવાના થયા હતા અને તેમાં હોટલથી એરપોર્ટ ખાતે ગયા હતા તથા એરપોર્ટથી ફ્લાઇટ મારફતે આસામ ખાતે પહોંચ્યા છે અને તેઓ આસામના ગુવાહાટી ખાતે રવાના થયા છે.
ઉલ્લેખનીય છે કે લા મેરીડિયન હોટલમાંથી એક એક કાર મારફતે ધારાસભ્યો રવાના થયા હતા અને કેટલાક ધારાસભ્યોને હોટલના પાછળના ગેટથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાં 189 બેઠક ધરાવતા એક વિશેષ વિમાનમાં લઇ જવાયા છે. જેમાં સુરતથી ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે અને તેમાં બે લકઝરી પણ હોટલ ખાતે મંગવામાં આવી હતી.
સુરતમાં શિવસેનાના ધારાસભ્યોએ હોટલ ખાલી કરી નાખી છે અને જેમાં રૂમાલ અને માસ્ક પહેરીને ધારાસભ્યો નીકળ્યા હતા અને શિવસેનાના ધારાસભ્યો ગુવાહાટી પહોંચી ગયા હતા. તથા ભાજપના મોટા નેતાઓ પણ ગુવાહાટી જવા રવાના થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.