ફક્ત 47 રૂપિયાના આ પ્લાનમાં બીએસએનએલ યુઝર્સને 28 દિવસ અનલિમિટેડ કોલિંગ સાથે રોજ 1 જીબી ઇન્ટરનેટ અને 100 એસએમએસ મળશે. માનવામાં આવી રહ્યું છે કે કંપનીના આ પ્લાનથી એરટેલ, જીઓ અને વોડાફોન-આઇડીયા માટે કોમ્પિટીશન વધવાનું છે.
રિચાર્જ ચાર્ટ પર નજર નાંખીએ તો પ્રાઇવેટ ટેલિકોમ કંપની એરટેલ 100 રૂપિયાથી ઓછામાં બે પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. પહેલો 79 અને બીજો 49નો છે. બંને પ્લાનમાં યુઝર્સને માત્ર 200 એમબી ડેટા જ મળે છે જ્યારે જીઓએ 51 રૂપિયાનો પ્લાન બનાવ્યો છે જેમાં પણ ઓછો ડેટા મળે છે.
કંપનીએ જણાવ્યું કે સબ્સક્રાઈબર્સને BSNL સિનેમા પ્લસ સર્વિસ ઑફર કરવા માટે કંપનીએ Yupp TVની સાથે ભાગીદારી કરી છે, જેનાથી યૂઝર્સને SonyLIV Special, Voot Select, Yupp TV પ્રીમિયર અને Zee5 પ્રીમિયરનું એક્સેસ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.