પોલીસ કોન્સ્ટેબલના 2700 પદ પર નીકળી ભરતી,મહિલાઓ પણ કરી શકશે અરજી……

પોલીસની નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સારા સમાચાર છે અને જમ્મુ અને કાશ્મીર પોલીસ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે અને પોલીસ ભરતી સંબંધિત નોટિફિકેશન અનુસાર, સ્ત્રી અને પુરૂષ બંને અરજી કરી શકે છે. જે ઉમેદવારો પોલીસમાં નોકરી મેળવવા માંગતા હોય તેઓએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની આ તક ગુમાવવી જોઈએ નહીં.

જમ્મુ અને કાશ્મીર પોલીસ વિભાગ દ્વારા કુલ 2700 પદો પર ભરતી કરવામાં આવનાર છે અને જેમાં પુરૂષ ઉમેદવારો માટે 1350 અને મહિલા ઉમેદવારો માટે 1350 જગ્યાઓ રાખવામાં આવી છે.

કોન્સ્ટેબલની જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો http://jkpolice.gov.in/ ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરવાની લિંક સત્તાવાર વેબસાઇટ પર મળશે, તેના પર ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભરતી વખતે ફી પણ ભરવાની રહેશે જે રૂ.300 હશે. જમ્મુ અને કાશ્મીર પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2022ના નોટિફિકેશન અનુસાર, તમામ જરૂરી વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે અને અરજી કરતી વખતે તમામ સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ સિવાય અરજી ફોર્મ ભરતી વખતે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ડિજિટલ સિગ્નેચર પણ અપલોડ કરવાના રહેશે. ફોર્મ ભરતા પહેલા આ બધી વસ્તુઓ તૈયાર રાખો.

ફક્ત તે જ ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે અને જેમની વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 28 વર્ષ હશે. કોઈપણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવારોએ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST)માંથી પસાર થવું પડશે અને એક લેખિત કસોટી પણ આપવી પડશે.

પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 5200-20,200 ગ્રેડ પે, રૂ. 1900 અને (હવે સુધારેલ 19900-63200 લેવલ-2) + ભથ્થું આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.