– જાહેરમાં ગૌ માંસ વેચાતું હોવાના કંટ્રોલ મેસેજ આધારે પોલીસ પહોંચી તો કોથળા મુકી આરોપીઓ ફરાર
કોરોના મહામારીના કારણે અમદાવાદમાં લોકડાઉનનો કડક અમલ કરવાના દાવા પોલીસ કરી રહી છે, તો બીજી તરફ લાલ દરવાજા પથ્થરકુવા નજીક પટવા શેરીમાંથી 40 કિલો ગૌમાંસનો જથ્થો પકડાયો છે.
અમદાવાદમાં કોટ વિસ્તાર સહિતના એરીયામા ગઈકાલ સુધી દૂધ અને દવા સિવાય કોઈપણ ચીજવસ્તુ મળતી ન હતી. કોટ વિસ્તારમાં પ્રવેશવાના તમામ માર્ગો બંધ કરીને કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમ છતાં ગૌમાંસ લાલ દરવાજા સુધી કેવી રીતે પહોંચ્યુ તે તપાસનો વિષય છે. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.