રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) એ ગયા વર્ષના છ મહિનાના મુદત ગાળા દરમિયાન લીધેલા વ્યાજ પરના લેણદાતાઓના વ્યાજ પરના ગોઠવણ માટે તેમના નિયામક મંડળ દ્વારા માન્ય નીતિને મંજૂરી આપવા જણાવ્યું છે.
ગયા મહિને લીધેલા નિર્ણયમાં વ્યાજ પર વ્યાજ લેવાનું બંધ કર્યું હતું. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયનું પાલન કરવા માટે રિઝર્વ બેંકે બેંકોને રિફંડ પોલિસી બનાવવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે ગયા વર્ષે કોરોના મહામારીના કારણે ઉધાર લેનારાના રાહત પેકેજ આપતા તેમની લોનના હપ્તા ભરવાને લીને રોક લગાવી હતી.
રિઝર્વ બેંકે આ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણયને માન્ય રાખીને બુધવારે એક નિયમ બહાર પાડ્યો છે જેમાં કહ્યું છે કે દરેક ઉધાર લેનાર સંસ્થા શક્ય તેટલું જલ્ગી નિદેશ મંડળની મંજૂરી પ્રાપ્ત કરે અને એક રિફંડ, એડજેસ્ટમેન્ટ પોલીસીને અમલમાં લાવે
આરબીઆઈએ સપ્ટેમ્બર 2020માં સુપ્રીમ કોર્ટે એક નિયમ જાહેર કર્યો જેમાં કહેવાયું હતું કે લોન મોરેટોરિયમને 6 મહિનાથી વધારે સમય સુધી વધારવા માટે ઓવરઓલ ક્રેડિટ ડિસિપ્લીન ખતમ થઈ શકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.