રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે જ્યારે સરકારે PUBG ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે અને ત્યારે હજુ પણ બાળકો તેને કેવી રીતે રમે છે. કમિશને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો છે કે ભારતમાં હજુ પણ બાળકો કેવી રીતે પ્રતિબંધિત PUBG ગેમ મેળવી રહ્યાં છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે મંગળવારે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને પૂછ્યું કે શું બાળકો હજુ પણ દેશમાં પ્રતિબંધિત PUBG ગેમની ઍક્સેસ ધરાવે છે. નોંધનીય છે કે તાજેતરમાં લખનૌમાં એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં 16 વર્ષના છોકરાએ PUBG ગેમ રમવાની ના પાડતા ગુસ્સે થઈને તેની માતાને કથિત રીતે ગોળી મારી દીધી હતી અને આ પછી જ હવે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ આ મામલે સતર્ક થઈ ગયું છે અને તેણે આઈટી મંત્રાલય પાસે આ અંગે સ્પષ્ટતા માંગી છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે આઈટી મંત્રાલયને લખેલા તેના પત્રમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે કેવી રીતે સરકાર દ્વારા પ્રતિબંધિત અને ભારતમાં બ્લોક કરાયેલી રમત હજુ પણ સગીરો માટે સુલભ છે.
જ્યારે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખને લખેલા બીજા પત્રમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે કહ્યું છે કે તે સામે આવ્યું છે કે PUBGને ઈ-સ્પોર્ટ તરીકે માન્યતા આપવામાં આવી છે. તેને ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે.અને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે પૂછ્યું છે કે શું તેમની સંસ્થા દ્વારા સમાન અન્ય કોઈ રમતને માન્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.