ડોક્ટરની સલાહ લીધા વિના જેમતેમ લેવાતી પેઈન કિલર્સ તમારી હેલ્થને માટે ઘાતક સાબિત થઈ શકે છે. 70 હજાર મહિલાઓ પર થયેલા નવા સ્ટડીના આધારે રોજ પેનકિલર્સનું સેવન મહિલાઓને કાન સંબંધી સમસ્યાઓને વધારી શકે છે.
બોડી પેઈનની સમસ્યામાંથી રાહત મેળવવા માટે ખાસ કરીને લોકો ફટાફટ પેઈનકિલર્સ લઈ લેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે ડોક્ટરની સલાહ વિના લેવાતી પેઈનકિલર્સ હેલ્થને માટે ઘાતક સાબિત થઈ શકે છે. 70 હજાર મહિલાઓ પરના સ્ટડીના આધારે રોજ પેનકિલર્સનું સેવન મહિલાઓને કાન સંબંધી તકલીફોને વધારે છે.
કાનથી સંબંધિત ટિનિટસની સમસ્યાને કોઈ એક વિશેષ સાઉન્ડની સાથે જોડી શકાશે નહીં. કાનમાં સતત રિંગિંગ, બજિંગ, હમિંગ, થ્રોબિંગ કે અન્ય પ્રકારના અવાજો આવવા એ ટિનિટસ કહેવાય છે. કાનમાં સતત આ પ્રકારનો અવાજ આવે એ જરૂરી નથી અને તે વચ્ચે વચ્ચે અટકી પણ શકે છે. જીવનના એક ખાસ સ્ટેજમાં ટિનિટસ લોકોને વધારે ઈરિટેટ કરી શકે છે.
2018માં બ્રિટિશ ટિનિટસ એસોસિયેશનના અનુમાનના આધારે યૂકેમાં લગભગ 60 લાખ લોકો કાનથી જોડાયેલી સમસ્યાનો શિકાર છે. શક્ય છે કે તેમાં વધારો પણ થાય. બ્રિટનની લગભગ 10 ટકા વસ્તી તેનાથી પ્રભાવિત છે અને આ સ્ટડી પેનકિલર્સના રોજ કે સતત ઉપયોગની તરફ ઈશારો કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.