કોરોનાકાળમાં હવાઈ યાત્રા હોય કે, ટ્રેનની સફર બધામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ભારતીય રેલવેએ AC ક્લાસના મુસાફરોને ટ્રેનમાં મળનાર બેડરોલની સુવિધાને બંધ કરવાની સાથે જ માત્ર અનામત ટિકિટ પર સફર કરવાની મંજૂરી આપી દીધી છે.
રેલવેએ વધતી ઠંડી અને મુસાફરોની જરૂરિયાતોને જોતા ટ્રેનમાં ડિસ્પોજેબલ ટ્રાવેલ બેડરોલ કિટ આપવાનો નિર્ણય લીધો છે. મુસાફર નવા વર્ષછી યાત્રા દરમિયાન આ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે.
આ ડિસ્પોજેબલ ટ્રાવેલ કિટની કિંમત 275 રાખવામાં આવી છે. રેલવે કહ્યુ કે, રેલવે બોર્ડની ગાઈડલાઈંસની હેઠળ ટ્રાવેલિંગ પેસેન્જર માટે એક ફુલ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
ટિકિટ બુકિંગ માટે યૂઝર ફ્રેન્ડલી નહી માનવામાં આવનાર IRCTC ની વેબસાઈટ આજથી બદલી ગઈ છે. નવી વેબસાઈટમા જ પેમેન્ટ પેજ પહેલા શ્રેષ્ઠ કરવામાં આવ્યુ છે. જેથી પેમેન્ટ વિકલ્પ પસંદ કરવામાં સરળતા થઈ શકે. તે સિવાય હાજર સ્ટેટસને પહેલાની સરખામણીમાં તેજ કરી દેવામાં આવ્યુ છે.
IRCTC ની નવી વેબસાઈટમાં ભોજન બુક કરવુ, રિટાયરિંગ રૂમ્સ અને હોટલ બુકિંગની સુવિધા પણ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.