બોલિવૂડનો સ્ટાર એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ મામલો તેની સાથે જોડાયેલો છે અને કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થે એક મોટો નિર્ણય લીધો છે. જેના કારણે બોલિવૂડમાં કેટલીક અફવાઓ ઉડવા લાગી છે. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થે 2012માં સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જ્યારથી સિદ્ધાર્થે ડેબ્યુ કર્યું છે ત્યારથી તેનું તમામ મેનેજમેન્ટ કામ મેટ્રિક્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા જોવામાં આવી રહ્યું છે. પરંતુ તાજેતરમાં સિદ્ધાર્થે એજન્સી છોડીને પોતાના કામનું સંચાલન જાતે જ સંભાળવાનો નિર્ણય કર્યો છે.અને જાણકારી માટે તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ આ કંપની સાથે 9 વર્ષથી જોડાયેલો હતો.
સ્ટાર એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની પહેલી ફિલ્મની શરૂઆત ધર્માથી જ કરી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રાની અગાઉની સુપરફિટ ફિલ્મ શેરશાહ જેણે તેને નવી ઓળખ અપાવી હતી.અને તેનું નિર્માણ પણ ધર્મા પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કારણે એવું માનવામાં આવતું હતું કે સિદ્ધાર્થ હવે કરણ જોહરની ધર્મા કોર્નરસ્ટોન એજન્સીમાં જોડાઈ શકે છે. પરંતુ હવે આ સમાચાર માત્ર અફવા સાબિત થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘સિદ્ધાર્થ હવે પોતાનું તમામ કામ જાતે જ મેનેજ કરશે કોઈ એજન્સી દ્વારા નહીં. સિદ્ધાર્થ તેની નજીકની વિશ્વાસુ ટીમ સાથે પોતાનો પોર્ટફોલિયો મેનેજ કરશે. તે તેને કોઈને સોંપશે નહીં અને વ્યક્તિગત રીતે કામગીરીની દેખરેખ રાખશે. આ સાથે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ હજુ સુધી કોઈ કંપની બનાવી નથી અને ન તો તે કરણ જોહરની ધર્મા કોર્નરસ્ટોન એજન્સી સાથે જોડાવા જઈ રહ્યો છે. અને જાણકારી માટે તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ જલ્દી જ તેની આગામી ફિલ્મ મિશન મજનુમાં રશ્મિકા મંદન્ના સાથે મોટા પડદા પર જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.