Ambani Group: શું તમારી પાસે રિલાયન્સના શેર છે? જો તમારી પાસે રિલાયન્સના કોઈ પણ શેર હોય તો આ માહિતી તમને ખુબ કામ લાગે એવી છે. આ કંપનીના હશે તો મુકેશભાઈ તમને માલામાલ કરાવી દેશે એ નક્કી છે. હાલમાં બજારમાં સૌથી ટ્રસ્ટેબલ કંપની રિલાયન્સ છે.
Reliance Share/Stock Market Updates: શેર બજારમાં રોકાણ કરનારાઓ પણ કંપની કઈ છે, ગ્રૂપ કેવું છે, તેના માલિકો કોણ છે એ બધુ જોયા પછી જ રોકાણ કરતા હોય છે. એમાંય વાત જ્યારે રિલાયન્સની હોય તો પછી પૂછવું જ શું. દેશના ઉદ્યોગપિતા તરીકેનું બિરુદ ધરાવતા ધીરૂભાઈ અંબાણીની લેગસીને હાલ તેમના મોટા પુત્ર મુકેશ અંબાણી બખુબી આગળ ધપાવી રહ્યાં છે. મુકેશ અંબાણી હાલ ઉદ્યોગજગતનું એક ખુબ મોટું નામ છે. લોકોને આ નામ પર ભરોસો છે, એટલે જ તો તેમના અંડરમાં આવતી કંપનીઓમાં લોકો આંખો મીંચીંને રોકાણ કરતા હોય છે. રોકાણકારો જોકે, તેમનું રિટર્ન પણ ખુબ સારું મળે છે. રિલાયન્સનું શેરબજારમાં નામ કાફી છે. જેના નામે ઘણી કંપનીઓ તરી જાય છે.
સતત રોકાણકારોનો ભરોસો કમાયો
અહીં વાત થઈ રહી છે રિલાયન્સની,,,,રિલાયન્સ એટલે ભરોસો…અહીં વાત થઈ રહી છે ભરોસાની….વીતેલા વર્ષોમાં આ કંપનીએ સતત રોકાણકારોનો ભરોસો કમાયો છે. વાત કરીએ કરંટ માર્કેટની તો હમણાં હોળીના દિવસે એટલે કે સોમવારે શેરબજાર બંધ હતું. લાંબા વિકેન્ડ બાદ આજે શેરબજાર ખુલ્યું. હોલી ફેસ્ટિવલનું વીક એન્ડ પુરુ થતા આજથી બિઝનેસ વીકની શરૂઆત થઈ ચુકી છે. આવી સ્થિતિમાં અમે તમને એક સમાચાર જણાવીએ જેની અસર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર દેખાઈ શકે છે અને તમારી કમાણી વધી શકે છે.
શું કહે છે માર્કેટ એક્સપર્ટ?
બજાર નિષ્ણાતોનું માનવું છે કે રિલાયન્સના આ સમાચારની અસર કંપનીના શેર પર જોવા મળી શકે છે. શેરબજારની વાત કરીએ તો આ સપ્તાહે વૈશ્વિક સેન્ટિમેન્ટ્સ અને વિદેશી રોકાણકારોની ગતિવિધિઓ પર શેરબજારની દિશા નક્કી કરવામાં આવશે. આ સપ્તાહે ગુરુવારે માસિક ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટના સેટલમેન્ટને કારણે બજારમાં થોડી વધઘટ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે શેરબજારમાં માત્ર 3 દિવસ માટે જ ટ્રેડિંગ થશે. સોમવારે હોળીના કારણે બજાર બંધ રહ્યું હતું. હવે ગુડ ફ્રાઈડેના કારણે શુક્રવારે શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય. તેથી આ અઠવાડિયે રોકાણકારોને માત્ર 3 દિવસ માટે જ વેપાર કરવાની તક મળશે.
રોકાણકારો ઉઠાવી શકે છે આ વાતનો લાભઃ
ગત સપ્તાહે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારે હવે આ સપ્તાહે આ નવી બિઝનેસ ડિલ બાદ રિલાયન્સ
ઈન્ડસ્ટ્રીઝની પકડ વધુ મજબૂત બને તેવી શક્યતા છે. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં મુકેશ અંબાણીની આ કંપનીના શેરમાં લગભગ 2.16 ટકાનો વધારો નોંધાયો છે. જો કે છેલ્લા એક મહિનામાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. તેણે એક મહિનામાં રોકાણકારોને 2.29 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે. હવે એવું માનવામાં આવે છે કે સોલારના આ સમાચારને કારણે આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઉછાળો જોવા મળી શકે છે. રોકાણકારો આનો ફાયદો ઉઠાવી શકે છે.
આ કંપનીઓને ખરીદી રહ્યું છે રિલાયન્સઃ
મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડે MSKVY સોલર AVP અને MSKVY 22V Solar AVPમાં 100 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. આ હિસ્સો MSEB સોલર એગ્રો પાવર પાસેથી ખરીદવાનો છે. માનવામાં આવે છે કે આ સમાચારની અસર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર પર જોવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.