HIV અસરગ્રસ્તો માટે રાહતના સમાચાર ટૂંક સમયમાં જ મળી શકે છે HIVની વેક્સીન, ટ્રાયલમાં 97% કારગર

HIV અસરગ્રસ્તો માટે રાહતના સમાચાર છે. વૈજ્ઞાનિકોએ વેક્સીન શોધી કાઢી છે અને ટુંક સમયમાં બજારમાં આવી શકે છે. HIV/AIDSની સારવાર માટે વિશ્વને ટૂંક સમયમાં પહેલી વેક્સીન મળી શકે છે. વિશ્વ એઇડ્સ દિવસ પર સાયન્સ જર્નલમાં એક સંશોધન પ્રકાશિત થયું છે. જેમાં વેક્સીનના પ્રથમ ક્લિનિકલ ટ્રાયલના પરિણામો બતાવવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોના મતે, આ રસી HIV સામે 97 ટકા અસરકારક છે. Acquired Immune Deficiency Syndrome (AIDS) હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (HIV) દ્વારા થાય છે. એવું માનવામાં આવે છે કે, આ વાયરસ 20મી સદીમાં ચિમ્પાન્ઝીમાંથી મનુષ્યમાં ટ્રાન્સફર થયો હતો. તે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ છે અને દર્દીના વીર્ય, યોનિમાર્ગના પ્રવાહી અને લોહીના સંપર્ક દ્વારા ફેલાય છે અને હાલમાં તેનો કોઈ કાયમી ઈલાજ નથી.

આ વેક્સીનનું નામ eOD-GT8 60mer છે. સંશોધનમાં તેને 48 સ્વસ્થ લોકો પર અજમાવવામાં આવ્યું હતું. જેમની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હતી. 20 માઇક્રોગ્રામનો પ્રથમ ડોઝ 18 લોકોને આપવામાં આવ્યો હતો. આઠ અઠવાડિયા પછી, તેઓને બીજી વખત સમાન ડોઝ આપવામાં આવ્યો આ પછી અન્ય18 લોકોને 8 અઠવાડિયાના અંતરાલમાં 100 માઇક્રોગ્રામના બે ડોઝ આપવામાં આવ્યા હતા અને બાકીના 12 લોકોને સલાઈન પ્લેસિબો આપવામાં આવ્યા હતા. પ્લેસિબો એ દવા નથી. દવા વ્યક્તિ પર માનસિક રીતે શું અને કેટલી અસર કરે છે તે જાણવા માટે ડૉક્ટર્સ તેનો ઉપયોગ કરે છે.

સંશોધકોએ શોધી કાઢ્યું કે જે 36 લોકોને રસી આપવામાં આવી હતી, તેમાંથી 35 લોકોને રસીનો પહેલો ડોઝ આપતાની સાથે જ અસર જેવા મળી હતી. તેમનામાં બી કોષો વધ્યા. આ સફેદ રક્ત કોશિકાઓના પ્રકાર છે જે રોગપ્રતિકારક તંત્રમાં રોગો સામે એન્ટિબોડીઝ બનાવે છે. રસીના બીજા ડોઝ પછી આ લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો છે. HIV/AIDSના દર્દીઓ પર રસી કેવી રીતે કામ કરશે તે અંગે હજુ સંશોધન બાકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.