જેમ જેમ કેન્દ્રીય બજેટ 2023 રજૂ થવાની 1 ફેબ્રુઆરીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં બજેટને લઈને ઉત્સુકતા વધી રહી છે.
News Detail
ફરિયાદ નિવારણ માટે કમેટીની રચના કરવાની જાહેરાત
આ સિવાય ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Deptt) કોરોના દરમિયાન પરિવારના કોઈપણ સભ્યના મૃત્યુ પર મળતી સહાયની રકમ પર પણ ટેક્સમાં છૂટ આપી છે. વિભાગ (Income Tax Deptt) ની કોઈપણ પ્રકારની ફરિયાદોના વહેલા નિરાકરણ માટે સ્થાનિક સમિતિઓની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવા અને લોકોની સુવિધાના હેતુથી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Deptt) દ્વારા અનેક પ્રકારની સેવા અને સંબંધિત ફોર્મનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. હવે તમારે દરેક પ્રકારના કામ માટે ઓફિસના ચક્કર લગાવવાની જરૂર નહીં પડે.
ઓનલાઈન ઉપલબ્ધ થશે 123 કરતા વધુ ફોર્મ
આપને જણાવી દઈએ કે ઈનકમ ટેક્સ સંબંધિત કામને સરળ બનાવવા માટે વિભાગ દ્વારા 123 થી વધુ ફોર્મ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટે વર્ષ 2020 અને 2021 માં કોરોના સમયગાળા દરમિયાન સારવાર માટે મળેલી રકમ પર કર મુક્તિની પણ જાહેરાત કરી છે. હકીકતમાં કોવિડ સમયગાળા દરમિયાન તમામ પરિવારોને કોવિડની સારવાર માટે સહાય મળી હતી. અત્યાર સુધી તેના પર ઈનકમ ટેક્સની જોગવાઈ હતી. પરંતુ હવે તેમાંથી રાહત મળશે.
આ સિવાય વીડિયો કોન્ફરન્સિંગ આપવા માટે એસઓપી (SOP) પણ જારી કરવામાં આવી છે.ટેક્સ પેયર્સની ફરિયાદોના નિવારણ માટે ગ્રીવન્સ પોર્ટલ ‘સમાધાન’ શરૂ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.