રિલાયન્સ જિયોએ તેના ટેરિફની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી દિદી છે. તાજેતરમાં જ રિલાયન્સ જિયોએ નોન જિયો કોલિંગ કરવા માટે પૈસા લેવાના શરૂ કર્યા છે અને તે માટે નવા પેક્સની શરૂઆત પણ થઈ ગઇ છે. બીજી ટેલિકોમ કંપનીઓ જેવી કે વોડાફોન આઇડિયા અને એરટેલે પણ 1 ડિસેમ્બરથી ટેરિફની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી દિદી છે. આ વધારો પ્રીપેડ અને પોસ્ટપેડ બંનેને લાગુ પડે છે.
ઉલ્લેખનિય છે કે રિલાયન્સ જિયોએ કિંમત વધારવાના જાહેરાત કરી છે. જો કે જિયોએ જણાવ્યું છે કે કિંમત વધવાથી ડેટાના વપરાશ પર કોઈ અસર નહીં થાય. તેમજ વોડાફોન-આઈડિયા અને એરટેલે ગયા સપ્તાહે જંગી ખોટ નોંધાવી હતી. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇના આંકડોઓ પ્રમાણે વોડાફોન-આઇડિયા અને એરટેલે સપ્ટેમ્બર મહિનમાં કુલ 49 લાખથી વધુ સબ્સક્રાઇબર્સ ગુમાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.