અમદાવાદ (Ahmedabad): રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય (ZOO) બનાવશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની મંજૂરી પણ મળી છે.
બંને સરકારની મંજૂરી મળ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 280 એકરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર કોરોના વાયરસ રોગચાળાને કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો.
પ્રાણી સંગ્રહાલયમાં, ઘણી પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવશે. જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવશે, કેન્દ્ર અને રાજ્ય સરકારની મંજૂરી મળી ગઇ છે આ સમાચાર ટ્વિટર પરથી મળ્યા હતા.
પ્રાણી સંગ્રહાલય વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય હશે. તેમણે એમ પણ કહ્યું કે, સિંગાપોરમાં બનેલા પ્રાણી સંગ્રહાલય કરતા ભારતમાં બનેલું પ્રાણી સંગ્રહાલય મોટું હશે. તે લગભગ 300 એકરમાં બનાવવામાં આવશે.” તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં સિંગાપોરના પ્રાણી સંગ્રહાલય કરતાં આ ઝૂ નું મહત્વ વધુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.