રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દ્વારકાના પદયાત્રીઓ માટે સેવા કેમ્પમાં સેવાની સરવાણી

Digital Camera

આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન- પ્રસાદ, ચા -કોફી નાસ્તાની સુવિધા ઉપરાંત ડોક્ટર અને દવા સાથેની તબીબી સારવાર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

News18 Gujarati

0107

કિંજલ કારસરીયા, જામનગર: હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ દ્વારકા જવાના રસ્તા પર તારીખ 17 માર્ચથી રિલાયન્સ ટાઉનશીપની સામે ‘પદયાત્રી સેવા કેમ્પ’  શરૂ કરવામાં આવ્યો છે.

News18 Gujarati

0207

આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન- પ્રસાદ, ચા -કોફી નાસ્તાની સુવિધા ઉપરાંત ડોક્ટર અને દવા સાથેની તબીબી સારવાર અને એમ્બ્યુલન્સની  વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

News18 Gujarati

0307

ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ વિશ્રામની વ્યવસ્થા, ટોયલેટની સુવિધા તથા મોબાઇલ ચાર્જિંગની સગવડનું પણ અહીં આયોજન કરાયું

News18 Gujarati

0407

રાત્રે અંધારામાં પદયાત્રા ચાલુ રાખનારા ભાવિકોને સંભવિત અકસ્માત રોકવા માટે તેમના સામાન પર કે અન્યત્ર રિફ્લેક્ટર લગાવી આપવામાં  આવે છે જેનાથી પાછળથી આવતા વાહનચાલકો સચેત રહે.

News18 Gujarati

0507

છેલ્લા એકાદ દશકથી નિયમિત રીતે યોજાતા આ કેમ્પમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ ઉપરાંત આસપાસના ગામોના યુવાનો, વડીલો તથા બહેનો સતત 24 કલાક પોતાના સમયદાનની સેવા આપીને બધાની  તીર્થયાત્રા સલામત રીતે પરિપૂર્ણ નીવડે તેવા પૂરતા પ્રયાસો કરે છે.

News18 Gujarati

0607

ઉલ્લેખનીય છે કે. ગત વર્ષે રિલાયન્સ દ્વારા આયોજિત આ પદયાત્રી સેવા કેમ્પનો અંદાજે 80,000 જેટલા ભાવિક ભક્તજનોએ લાભ લીધો

News18 Gujarati

0707

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રિલાયન્સ દ્વારા આયોજિત આ પદયાત્રી સેવા કેમ્પનો અંદાજે 80,000 જેટલા ભાવિક ભક્તજનોએ લાભ લીધો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.