પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ નોટ મુજબ, ભાવનગર ટર્મિનસ બિલ્ડિંગને આધુનિક દેખાવ આપવા માટે પુન:વિકાસ કરવામાં આવ્યો છે, જે ફક્ત ટર્મિનસનો જ નહીં પરંતુ આજુબાજુના વિસ્તાર માટે પણ મુસાફરો માટે એક આકર્ષક પરિવર્તન છે.ભાવનગર ટર્મિનસ તાજેતરમાં ગ્રાઉન્ડ પ્લસ વન સ્ટ્રક્ચર ની સાથે પુનઃ વિકસિત કરવામાં આવ્યું છે.અને હરિયાળી તરીકે એક સુંદર વર્ટિકલ ગાર્ડન સાથે આધુનિક પ્રતીક્ષા લય, આધુનિક શૌચાલય સુવિધાઓ, યોગ્ય પાર્કિંગ વિસ્તાર અને નવીનતમ ટિકિટ બુકિંગ કાર્યાલય સાથે નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
સુમિત ઠાકુરે માહિતી આપી હતી કે ભાવનગર સ્ટેશનનો પુનર્વિકાસ રૂ. 8.72 કરોડ રૂ ખર્ચે કરવામાં આવેલ છે. સ્ટેશન પર વર્ટિકલ ગાર્ડન સાથેનો એક ખુલ્લો પ્રતીક્ષા ખંડ આપવામાં આવ્યો છે. સ્ટેશન બિલ્ડિંગની બહાર એક લેન્ડસ્કેપ બનાવવામાં આવ્યો છે, જે ફક્ત સુંદર જ નથી, પરંતુ લીલા વાતાવરણને પણ પ્રોત્સાહન આપે છે.પાર્કિંગનો વિસ્તાર પણ વધારવામાં આવ્યો છે. દ્વિચક્રી વાહનો માટેની પાર્કિંગની જગ્યામાં 40% અને ફોર વ્હીલર્સ માટે પાર્કિંગની જગ્યામાં 20% વધારો કરાયો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.