છેલ્લા 6 મહિનામાં શેરે ઈન્વેસ્ટર્સને 79.20 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરમાં 6 માસમાં 9.66 ટકાનો વધારો થયો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 92.30 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 431.40 રૂપિયાનું વળતર આપ્યું છે.
રેલવે કંપની ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડના શેર માટે સારા સમાચાર સામે આવ્યા છે. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું છે કે, તેને રેલવે બોર્ડ તરફથી 1909,04,82,500 રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. 7 માર્ચના રોજ શેર 899.20 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
BSE વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મૂજબ, ટીટાગઢ રેલ સિસ્ટમ્સને 4,463 BOSM વેગનના ઉત્પાદન અને સપ્લાય માટે રેલવે બોર્ડ તરફથી ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરની વેલ્યું 1,909 કરોડ રૂપિયા છે. ટીટાગઢ રેલ સિસ્ટમ્સ ડિવિડન્ડ ચૂકવનારી કંપનીઓમાંથી એક છે.
ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડના શેર 7 માર્ચના રોજ 6.50 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 900.40 ના સ્તર પર ખુલ્યો હતો અને 912 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 0.73 ટકાના વધારા સાથે 898.80 રૂપિયાના સ્તર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 1248.90 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 432.90 રૂપિયા છે.
છેલ્લા 6 મહિનામાં ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડના શેરે ઈન્વેસ્ટર્સને 79.20 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરમાં 6 માસમાં 9.66 ટકાનો વધારો થયો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 92.30 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 431.40 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 91.40 ટકાનું રિટર્ન આપ્યું છે.
ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 42.5 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 25.2 ટકા છે. કંપનીમાં કુલ 2,24,205 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 12,102 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 362 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 255 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.