ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરનારાઓ પાસેથી રેલવેએ કરોડો વસૂલ્યા છે. એક આરટીઆઈથી મળેલી જાણકારી અનુસાર 2019-20માં રેલવેએ 1 કરોડથી વધારે મુસાફરોને વગર ટીકિટે મુસાફરી કરતા ઝડપ્યા જેમના પર દંડ દ્વારા રેલવે 561.73 કરોડ રૂપિયા વસૂલ્યા છે.
રેલવે વિભાગ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર વર્ષ 2016-20 વચ્ચે વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી 1,938 કરોડ રૂપિયા દંડ વસૂલ્યો. આ 2016થી 38.57% વધારે છે.
આરટીઆઈમાં સામે આવ્યું કે, રેલવેએ 2016-17માં 405.30 કરોડ રૂપિયા કમાયા. જ્યારે વર્ષ 2017-18માં રેલવેએ 441.62 કરોડ રૂપિયા આવા લોકો પાસેથી વસૂલ્યા અને વર્ષ 2018-19માં 530.06 કરોડ રૂપિયા કમાયા.
ભારતીય રેલવેએ વગર ટિકિટે મુસાફરી કરવા પર રોક લગાવવા માટે નિયમ બનાવ્યા છે. આવા મુસાફરી ટિકિટની લાગતની સાથે ઓછામાં ઓછા 250 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. જો કોઈ મુસાફર દંડ આપવાથી ઈનકાર કરે તો તે વ્યક્તિને રેલવે સુરક્ષા દળને સોંપી દેવામાં આવે છે અને તેની સામે રેલવે અધિનિયમની કલમ 137 હેઠળ કેસ નોંધવામાં આવે છે. તે બાદ તે વ્યક્તિને મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર કરવામાં આવે છે. મેજિસ્ટ્રેટ તેના પર એક હજાર રૂપિયા સુધીમાં દંડ લાગી શકે છે. જો વ્યક્તિ તો પણ દંડ ના આપી શકે તો તેને છ મહિના સુધીની જેલ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.