રેલવે મુસાફરોનો સામાન ઘરેથી લાવવાની અને મુકી જવાની સુવિધા આપશે

ભારતીય રેલવે હવે યાત્રિકો માટે બેગ્સ ઓન વ્હીલ્સ નામની સુવિધા શરુ કરવા જઈ રહી છે.

આ વ્યવસ્થાના ભાગરુપે ટ્રેનોમાં મુસાફરી કરનારાઓએ પોતાનો સામાન ઉંચકવાની અને સાચવવાની મગજમારી નહીં રહે.આ ટેન્શનમાંથી તેમને મુક્તિ મળશે.રેલવે દ્વારા મુસાફરોનો સામાન તેમના ઘરેથી પિક અપ કરાશે અને સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે.

આ સુવિધા રેલવેની એક એપ થકી મળી રહેશે.યાત્રિકોને તેના કારણે ઘરેથી સ્ટેશન અને સ્ટેશનથી ઘર સુધી સામાન લાવવા-લઈ જવાની સુવિધા આપવામાં આવશે.ગ્રાહકોએ આ સુવિધાનુ બૂકિંગ કરાવવા માટે એપનો ઉપયોગ કરવાનો રહેશે.રેલવેને લાગે છે કે, આ સુવિધાના કારણે આવકમાં પણ વધારો થશે.

એપ પર બૂકિંગ કરતી વખતે કેટલીક જાણકારી મુસાપરોએ આપવી પડશે અને એ પછી તેનો ફાયદો મળી શકશે.એક પ્રકારે આ ડોર ટુ ડોર સર્વિસ છે.જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ફાયદો થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.