રેલવે મંત્રી પિયૂષ ગોયલનું મહત્વનું નિવેદનઃ રેલવે પર કોરોનાનો પ્રભાવ કહેવો હજુ ઉતાવળ ગણાશે

ગોયલના મતે હાલ વધુ બુકિંગ નથી થયા માટે નાણાંકીય પ્રભાવની ભવિષ્યવાણી કરવા રાહ જોવી જોઇએ

વિશ્વવ્યાપી કોરોના મહામારીના કારણે દેશના તમામ લોકો તેનાથી પ્રભાવિત થયા છે અને ખાસ કરીને ઉદ્યોગ ધંધા, નોકરીઓ સહિતના તમામ ક્ષેત્રે તેનો દુષ્પ્રભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય રેલવે અને વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ રેલવે પર કોરોનાની કોઈ અસર થઈ હોવાનું નથી માનતા. તેમના મતે કોવિડ-19થી ગંભીરરૂપે પ્રભાવિત વૈશ્વિક વેપારને ફરીથી ઉભરતા થોડો સમય લાગશે પરંતુ જ્યાં સુધી ભારતીય રેલવેની વાત છે તો હાલ કોરોનાના કારણે રેલવે પર કોઈ પ્રભાવ નથી દેખાતો.

રેલવે મંત્રી પિયૂષ ગોયલના મતે હાલ કોરોનાની અસર અંગે કહેવું ઉતાવળભર્યું ગણાશે. તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન ગોયલ મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષની સમાપ્તિ નિમિત્તે સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા હતા. તે સમયે રેલવે પર કોરોનાના પ્રભાવ અંગે તેમણે જણાવ્યું કે, ‘અમે હજુ સુધી તેનો હિસાબ નથી માંડ્યો. સાથે જ આ પ્રભાવ ક્યાં સુધી ચાલુ રહેશે તે પણ જોવું પડશે. હાલ વધુ બુકિંગ નથી થયા માટે આપણે રાહ જોવી પડશે કારણકે નાણાંકીય પ્રભાવની ભવિષ્યવાણી કરવી હાલ થોડી ઉતાવળ ગણાશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.