રેલવે મંત્રી પીયુષ ગોયલે નવ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને તેમને ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર પરિયોજનામાં અડચણોને દૂર કરવાનો આગ્રહ કર્યો અને કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિયોજના પર ધ્યાન રાખી રહ્યા છે.
ગોયલે નવ મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં ભૂમિ સંબંધિત મુદ્દા, ગ્રામીણોની માગ અને રાજ્યના અધિકારીઓ દ્વારા ધીમી ગતિથી કામ કરવાના મુદ્દા ઉઠાવ્યા જેનાથી 81,000 કરોડ રૂપિયાની ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર પરિયોજનાનું કામ પ્રભાવિત થયુ છે.
આ રાજ્યોને લખવામાં આવ્યો પત્ર
રેલવે મંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે આ મામલે હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો. વડાપ્રધાન કાર્યાલય દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ બાદ ગોયલે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઝારખંડના મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં કહ્યુ કે કેવી રીતે ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર લાંબા સમયથી લંબિત મુદ્દો બનેલો છે જેનુ હજુ સુધી સમાધાન થયુ નથી.
રેલવે બોર્ડના અધ્યક્ષ વી કે યાદવ અનુસાર વર્તમાનમાં બે ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર નિર્માણાધીન છે. પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર જે ઉત્તર પ્રદેશથી મુંબઈ સુધી અને પૂર્વી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જે પંજાબના લુધિયાણાથી પશ્ચિમ બંગાળના દાનકુની સુધી છે અને આ કૉરિડોરનું કામ ડિસેમ્બર 2021 સુધી પૂરુ કરવાનું હતુ પરંતુ હવે આ તિથિને છ મહિના આગળ એટલે કે જૂન 2022 સુધી વધારી દેવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે કોરોના વાઈરસ મહામારીના કારણે કામમાં વિક્ષેપના કારણે મોડુ થયુ.
સીએમ યોગીને કર્યો વિશેષ આગ્રહ
મંત્રીએ ખાસ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વ્યક્તિગત હસ્તક્ષેપ કરીને તેમના રાજ્યમાં આવી રહેલી અડચણોનું સમાધાન કરવાનો આગ્રહ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.