રેમડિસિવિર ઈન્જેકશનની જરૂરિયાત ઉભી થતા,આ ઇન્જેક્શનની કાળા બજારી અને નકલી ઇન્જેકશન બનવવાની, કરી નાખી છે શરૂઆત

રેમડિસિવિર ઈન્જેકશનની (Remdesivir) જરૂરિયાત ઉભી થતા અને લોકો આ ઇન્જેક્શનની પણ કાળા બજારી અને નકલી ઇન્જેકશન બનવવાની શરૂઆત કરી નાખી છે અને જેથી લોકોને 10 થી 50 ગણા સુધી વધુ ભાવ આપી ખરીદવા મજબૂર બનવું પડી રહ્યું છે.તેવા માં ક્રાઈમ બ્રાન્ચે રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપ સિંહ જાડેજાનાં સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ કરી દીધી છે .

આરોપીઓએ હદ તો ત્યારે કરી નાખી કે નકલી ઇન્જેકશન બનાવવાની પણ શરૂઆત કરી નાખી અને લોકોના જીવ સાથે રમત રમવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરી એ તમામ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે

હાલ ક્રાઈમ બ્રાન્ચને એકજ ટાર્ગેટ છે કે માત્ર આવા ઇન્જેકશનનો વેપાર કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમને જેલમાં મોકલવા માં આવે. ક્રાઈમ બ્રાન્ચના ACP ડી.પી ચુડાસમાનું કેહવું છે કે કોઈ પણ વ્યક્તિને શંકા જાય અથવા કોઈ આરોપી ઈન્જેકશનની કાળા બજારી કરે તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.