કોરોનાકાળમાં સંજીવની રૂપ રેમડેસિવીર ઇન્જેક્શનની કાળા બજારી વધી રહી છે. તેવામાં વધુ એક કાળાબજારીનો કિસ્સો શહેરના નવરંગપુરા પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં હૉસ્પિટલના કર્મચારીની સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ કરી છે.
હૉસ્પિટલના સ્ટાફ જ રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજારી કરી રહ્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની એક કેસની તપાસમાં સામે આવ્યું હતુ. તો હવે નવરંગપુરામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. સેવીયર હોસ્પિટલ સ્ટાફે બનાવટી ડોક્યુમેન્ટ આધારે રેમડેસિવીર જથ્થો મેળવ્યો હતો.
નવરંગપુરા પોલીસે આશ્રમ રોડ પર આવેલા સેવીયર હોસ્પિટલના મેનેજર દેવાંગ ઠાકરની આવા જ એક ગુનામાં ધરપકડ કરી છે. જેમાં બનાવટી ડોક્યુમેન્ટ ઉપયોગ કરી એસ.વી.પી.હૉસ્પિટલમાંથી 30 જેટલા ઇન્જેક્શન મેળવી લીધા હોવાનું સામે આવ્યું છે.
ઇન્જેક્શનના કાળા બજારી કરનાર હૉસ્પિટલ મેનેજરની મોડ્સ ઓપરેન્ડી પર વાત કરીએ તો, આરોપી દેવાંગ ઠાકરે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓની માહિતી અને હૉસ્પિટલ લેટરપેડ, ડોક્ટર આઈ કાર્ડમાં ચેડાં કરી હૉસ્પિટલના સતાધીશોની જાણ બહાર બે દિવસમાં 30 જેટલા ઇન્જેક્શનનો જથ્થો મેળવી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.